એક રાજ્ય હતું. રાજા પણ સારી રીતે અને શાંતિ થી રાજ ચલાવતો હતો. રાજ્ય માં સુખ સમૃદ્ધિ પણ સારા હતા . એવામાં રાજ્ય ને કોઈ ની નજર લાગી ગઈ. રાજા ના એક દુશ્મન જાદુગર એ નગર ના કુવા માં એવી જાદુઈ દવા નાખી દીધી કે જેથી બધા પાગલ થઇ જાય. નગર ના બધા જ લોકો એ કુવા માં થી જ પાણી પિતા હતા. બીજા દિવસે નગર ના બધા જ લોકો એ પાણી પી ને પાગલ થઇ ગયા, પણ રાજા અને તેનો પરિવાર તેમના મહેલ માંના કુવા નું જ પાણી પિતા હતા જેથી જાદુગર ની મેલી મુરાદ બર ના આવી અને રાજા અને તેનો પરિવાર પાગલ થવા માં થી બચી ગયા. પરંતુ નગરના લોકો તો એ પાણી પી ને પાગલ થઇ ગયા હતા, જેથી રાજા જે કોઈ પણ હુકમ કે આદેશ આપે તેને લોકો ગણકારતા નહિ. અને બધા વાતો કરવા લાગ્યા કે રાજા કેવા વિચિત્ર હુકમો આપે છે! આવા હુકમો મનાય નહીં. એ લોકોએ એ આદેશો પર ધ્યાન જ ના આપ્યું. એમને લાગ્યું કે રાજા પાગલ થઇ ગયો છે અને સાવ અર્થહીન હુકમો આપે છે. બધા રાજાના મહેલે પહોંચ્યા અને માંગણી કરી કે રાજા ગાદીત્યાગ કરે.
Categories: Sense stories / बोध कथाए, SHORT STORIES / लघु-कथाए