Poems / कविताए

મને તારા સ્મરણપટથી ભૂંસાવી દે, મિટાવી દે !

ભૂલી જા તું ભૂલી જા એ રૂપેરી ચાંદની રાતો, 
ભૂલી જા એ બંને કરતા હતા જે પ્રેમની વાતો,
ભૂલી જા એ કડી દીધી હતી જે દિલની સોગાતો,
ભૂલી જા એ પરસ્પર ની પ્રણય ઝરતી મુલાકાતો,

હવે એ પ્રેમની વાતો મુલાકાતો ભૂલાવી દે,
મને તારા સ્મરણપટથી ભૂંસાવી દે, મિટાવી દે!

કદી હું આવતો તુજ પાસ, તું હરખાઈ જાતી’ તી,
ને દોડી આવતી સામે ગળે વીંટળાઈ જાતી’ તી,
કરીને પ્રેમગોષ્ઠી તું પછી શરમાઈ જાતી’ તી,
અને ધીરે રહી મુજ ગોદમાં છુપાઈ જાતી’ તી,
હવે એ સ્વપ્ન-સમ દુનિયાને તું દિલથી ભૂલાવી દે,
મને તારા સ્મરણપટથી ભૂંસાવી દે, મિટાવી દે !

Leave a Reply