Sense stories / बोध कथाए

આપણે સત્ય બાબતે કેમ મૂંઝવણમાં છીએ ?

                ” એક વાર સત્ય અને અસત્ય નામના બે માણસો નદીએ નહાવા ગયા. સત્યની ટેવ હતી કે એ ઘણી બધી વાર સુધી નાહતો અને પોતાની જાતને શુદ્ધ કરતો, પરંતુ અસત્ય તો સહેજવારમાં જ શુદ્ધિ-અશુદ્ધિની પરવા કાર્ય વિના જેમતેમ નાહીને બહાર આવી જતો. આજે પણ એમ જ કર્યું, પણ આજે તેને એક આયોજન કર્યું, જેમાં તેના ષડયંત્રની બૂ આવતી હતી. બહાર નીકળીને તેણે સત્યનાં કપડાં પહેરી લીધાં અને ત્યાંથી પલાયન થઇ ગયો. જયારે સત્ય નાહીને બહાર આવ્યો ત્યારે તેના કપડાં મળ્યા નહીં. હવે કપડાં વગર ઘેર કેમના જવાય? તેણે તો અસત્યનાં કપડાં પહેરી લીધા. આ ઘટના પછી ક્યારેય સત્યને અસત્ય મળ્યો નથી તેથી આજે પણ અસત્ય પાસે સત્યનાં કપડાં છે અને સત્ય પાસે અસત્યના.”
                આ કારણે આપણે ઘણા મુંઝવણમાં છીએ કે સત્ય કોણ ? અસત્ય કોણ ?

Leave a Reply