Sense stories / बोध कथाए

સારા તો સારા જ છે.

સારા તો સારા જ છે.
                       “એક ફકીર ખુદા પાસે નમાજ અદા કરતાં હતાં. નમાજ અદા કરતાં કરતાં તેમણે દુઆ વ્યક્ત કરી : અય ખુદા, તું નઠારાઓ પર રહેમ કર. આ સાંભળી બીજા ફકીરે કહ્યું : પાપીઓ માટે રહેમની માંગણી કરવી વાજબી નથી એવી દુઆ સારા લોકો માટે કરો. બધા લોકો સારા લોકો માટે દુઆ કરે છે અને તમે કેમ નઠારા લોકો માટે દુઆ કરો છો ? ત્યારે ફકીરે જવાબ આપ્યો કે, સારા લોકો માટે ક્યાં પ્રાથના કરવાની જરૂર છે ? કેમ કે ખુદાએ એમને સારા જ બનાવ્યા છે. પ્રાર્થના તો નઠારા લોકો માટે કરવી જોઈએ, કેમ કે તેઓ સારા બને. “

Leave a Reply