Sense stories / बोध कथाए

અંધારા વગર અજવાળાની કોઈ કિંમત નથી.

અંધારા વગર અજવાળાની કોઈ કિંમત નથી.
                       ” એક ફટેહાલ ગરીબ જેવો માનસ રાજાના દરબારમાં આવ્યો. બોલ્યો : હું આપનો ભાઈ છું તેથી આપ મારી રહેવાની અને જમવાની વ્યવસ્થા કરો. રાજાને આશ્ચર્ય થયું. આવો કંગાલ માણસ મારો ભાઈ કેવી રીતે હોય? રાજાએ પૂછ્યું : તું મારો ભાઈ કેવી રીતે થાય? પેલાએ કહ્યું : હું તમારી માસીનો દીકરો છું. રાજાને વધારે આશ્ચર્ય થયું ને પૂછ્યું : વિશેષ પરિચય આપો. પેલાએ કહ્યું : મારી માતાનું નામ આપત્તિ છે અને તમારી માતાનું નામ સંપત્તિ છે. અને આપત્તિ અને સંપત્તિ બેઉ સગી બહેનો છે. તેથી હું તમારી માસીનો દીકરો થાઉં. આ સાંભળી રાજા પ્રસન્ન થયો ને એની આગતાસ્વાગતા કરી. રાજાને ખ્યાલ આવ્યો કે ગરીબાઈ, અમીરાઈની સાપેક્ષ સ્થિતિ છે. ગરીબી વગર અમીરીની મજા કેવી રીતે આવે છે?

Leave a Reply