Month: October 2012

રહી ગયા…

દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા, ઝાંકળ ઊડી ગયું અને ડાઘાં રહી ગયા. એને મળ્યા છતાંય કોઇ વાત ના થઇ, ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા. ફૂલો લઇને બાગમાંથી હું નીકળી ગયો, ને પાનખરના હાથમાં કાંટા રહી ગયા. વરસ્યા વિના જતી રહી શિર પરથી વાદળી, […]

એક દિન ભગવાન ને કહા…

એક દિન ભગવાન ને કહા મત કર ઇન્તજાર  ઇસ જનમ મેં ઉસકા મિલના મુશ્કિલ હે. મૈને ભી કહ દિયા, કર લેને દે ઇન્તજાર  અગલે જનમ મેં મિલના મુમકીન હે. ભગવાન ને કહા મત કર ઇતના પ્યાર,બહુત પછ્તાયેગા,  મૈને કહા દેખતે હે તું કિતના મેરી રૂહ કો તડપાયેગા? ભગવાન ને કહા […]

મારી એકલતાના મ્યુઝિયમમાં

મારી એકલતાના મ્યુઝિયમમાં સંસ્મરણોની સજાવટ મેં શરૂ કરી છે, તારી સાથેની વાતો, તારી નિકટતાનો અહેસાસ, કેટલીય ઊર્મિઓ તેમાં ભરી છે, તું આવીશ-હું આવીશ, ને મળીશું આપણે પ્રતીક્ષા તો બસ દ્વાર પર ખડી છે,

આવ્યો છે

મારા જીવનમાં તું એક ‘કાશ’ બનીને આવ્યો છે, લાગે છે ત્યારે ‘હાશ’ બનીને આવ્યો છે, તને મળવાનું મન થાય ઘણું, પણ શું કરું? સમય પણ કેવો ‘ત્રાસ’ બનીને આવ્યો છે. તારી યાદ આવે ને બની જાય છે કવિતા તારો ચહેરો પણ ‘પ્રાસ’ બનીને આવ્યો છે, તું નથી કંઇ […]

પ્રેમ અને સમય

ઘણા વખત પહેલાની વાત છે. એક અતિ સુંદર ટાપુ પર બધી લાગણીઓ અને ગુણો સરસ મજાના ઘર બનાવીને રહેતા હતા. સુંદરતા, આનંદ , ઉદાસીનતા વગેરે એકબીજાની બાજુ-બાજુ મા રહેતા હતા. એ બધાથી દૂર સાવ છેવાડાના ઘરમા પ્રેમ રહેતો હતો. એક દિવસ સવારે એક પરીએ આવીને બધા ટાપુવાસીઓને કહ્યુ […]

જે તમારા પર ગંદકી નાખે તે તમારો શત્રુ જ હોય તેવું નથી.

શિયાળાની કડકડતી ઠંડી ચાલી રહી હતી. બર્ફીલો પવન સૂસવાટા મારી રહ્યો હતો. પશુ પંખીઓ પોતપોતાના સ્થાને લપાઈ ગયા હતા. એવા વખતે એક પંખી ડાળે ડાળે ઉડી રહ્યું હતું. અંતે તેને પણ કાતિલ ઠંડી લાગી ગઈ અને તે બેભાન થઈને પડી ગયું. .. .. .. એવામાં એક ગાય ત્યાંથી […]

જો આજે રાવણ હોત તો ??

જો આજે રાવણ હોત તો ?? તો બિચારો એ દસ દસ માથા લઇ ને ક્યાં ક્યાં ફરત… જો એ કોઈ રેસ્ટોરન્ટ માં જમવા જાત તો દસે દસ મોં ની અલગ અલગ ડીમાંડ હોત…કોઈક ને ચાઇનીઝ ખાવું હોઈ, કોઈક ને નોનવેજ ખાવું હોઈ , કોઈક ને પંજાબની ખાવું હોઈ […]

સુખની પૂંછડી

સુખની પૂંછડી એક વખત બિલાડીનું એક નાનકડું બચ્ચું પોતાની પૂંછડીને પકડવા માટે ગોળ ગોળ ફરતું હતું. હજુ તો એ પૂંછડી મોંમાં પકડે ના પકડે ત્યાં જ એ છટકી જતી હતી. એનાં કારણે એ વારંવાર ગોળ ગોળ ફરતું હતું અને અહીંથી તહીં દોડતું હતું. એનો આ ખેલ એક ઘરડી […]

શું ભગવાન આજે પણ આપણી સાથે વાત કરે છે ?

શું ભગવાન આજે પણ આપણી સાથે વાત કરે છે ?                   પરદેશની આ વાત છે. એક યુવાન ફક્ત પોતાની જીજ્ઞાસા સંતોષવા માટે ચર્ચની ‘રાત્રી-બાઈબલ-ક્લબમાં’ ગયેલો. પાદરી આવી ક્લબોમાં શું પ્રવચન આપે છે એ જાણવાની ઉત્કંઠામાત્રથી પ્રેરાઈને એ ગયેલો. અને એ દિવસે […]

પ્રાર્થનાના શબ્દો

પ્રાર્થનાના શબ્દો                     ભરવાડનો એક નાનકડો છોકરો એક ચર્ચની બાજુની ખુલ્લી જગ્યામાં પોતાનાં ઘેટાં ચરાવી રહ્યો હતો. રવિવારની સવાર હતી. સામૂહિક પ્રાર્થના માટે લોકો ચર્ચમાં આવી રહ્યા હતા. આ તરફ પ્રથમ વખત જ આવી ચડેલા એ બાળકે ચર્ચ તેમજ સામૂહિક […]

મોટા લોકોની ઓળખ મોટાઈમાં સમાયેલી હોઈ છે.

મોટા લોકોની ઓળખ મોટાઈમાં સમાયેલી હોઈ છે.                        ” અકબરના દરબારમાં એક સોદાગર આવ્યો. એની પાસે બે ઘોડીઓ હતી. દેખાવે અને શરીરે એક જ સરખી ઘોડીઓ હતી. એણે દરબારમાં જાહેરાત કરી કે જે આ ઘોડીઓમાંથી માં કોણ છે અને […]

સારા તો સારા જ છે.

સારા તો સારા જ છે.                        “એક ફકીર ખુદા પાસે નમાજ અદા કરતાં હતાં. નમાજ અદા કરતાં કરતાં તેમણે દુઆ વ્યક્ત કરી : અય ખુદા, તું નઠારાઓ પર રહેમ કર. આ સાંભળી બીજા ફકીરે કહ્યું : પાપીઓ માટે રહેમની […]

દુ:ખમાંથી પણ સુખ શોધી શકાય છે.

દુ:ખમાંથી પણ સુખ શોધી શકાય છે.                        “એક સ્ત્રી ઘણી જ ખુશ રહેતી હતી, કારણ કે એના જીવનમાં એક પુત્રીએ પ્રવેશ કર્યો હતો. એ પુત્રી ધીરેધીરે મોટી થઇ, પરંતુ એક વાર માતા અને એની પાંચ વર્ષની દીકરી સાથે દાઝી […]

જીવન એક અરીસો છે.

જીવન એક અરીસો છે.                        “એક વાર એક ગ્રાહક અરીસાની દુકાનમાં સારામાં સારો અરીસો ખરીદવા ગયો. એણે એક પછી એક અરીસા જોયા પછી સુંદર અને મજબૂત અરીસો પસંદ કર્યો. ગ્રાહકે દુકાનદારને પૂછ્યું : આ અરીસા ઉપર તમે કઈ ગેરંટી […]

જરૂરી વસ્તુ માટેનો આગ્રહ એ જીદ્દી વલણ નથી.

જરૂરી વસ્તુ માટેનો આગ્રહ એ જીદ્દી વલણ નથી.                        ” કિશન મહારાજ ભારતના બહુ જ મશહૂર તબલાવાદક છે. એક વાર એમનો એક કાર્યક્રમ અમેરિકામાં યોજાયો હતો. તેઓ સ્ટેજ પર પોતાની બેઠક પર બેસીને માઈક વગેરે તપાસતા હતાં. અચાનક એમની […]

શંકા કરતાં શ્રદ્ધાનું બળ ચડિયાતું છે.

શંકા કરતાં શ્રદ્ધાનું બળ ચડિયાતું છે.                        ” એક અનન્ય શ્રદ્ધાવાળો ભક્ત હતો. ભક્ત કહે : શ્રદ્ધા હોઈ તો બધું જ થાય છે. એક પ્રતિસ્પર્ધી માણસે કહ્યું : હું તમારી વાત ત્યારે જ માનું જયારે તમે આ વાતનો પુરાવો આપો. […]

અંધારા વગર અજવાળાની કોઈ કિંમત નથી.

અંધારા વગર અજવાળાની કોઈ કિંમત નથી.                        ” એક ફટેહાલ ગરીબ જેવો માનસ રાજાના દરબારમાં આવ્યો. બોલ્યો : હું આપનો ભાઈ છું તેથી આપ મારી રહેવાની અને જમવાની વ્યવસ્થા કરો. રાજાને આશ્ચર્ય થયું. આવો કંગાલ માણસ મારો ભાઈ કેવી […]

ઓળખ ગુમાવશો તો બધું જ ગુમાવશો.

ઓળખ ગુમાવશો તો બધું જ ગુમાવશો.                        ” એક ધોબી હતો. એણે નદી કિનારે કપડાં સૂકવ્યા હતાં. એક સાધુ પોતાની મસ્તીમાં ચાલતો હતો તેથી તેનો પગ કપડાં પર પડી ગયો. કપડાં મેલા થઇ ગયાં. ધોબીના ગુસ્સાનો પાર નાં રહ્યો. […]

આપણે સત્ય બાબતે કેમ મૂંઝવણમાં છીએ ?

                ” એક વાર સત્ય અને અસત્ય નામના બે માણસો નદીએ નહાવા ગયા. સત્યની ટેવ હતી કે એ ઘણી બધી વાર સુધી નાહતો અને પોતાની જાતને શુદ્ધ કરતો, પરંતુ અસત્ય તો સહેજવારમાં જ શુદ્ધિ-અશુદ્ધિની પરવા કાર્ય વિના જેમતેમ નાહીને બહાર આવી […]

પોલીસી પાકી ગઈ

શીલા ની આંખ ખુલી તો સવારના ચાર ને દશ મીનીટ થઈ હતી. એણે બાજુની પથારીમાં નજર નાખી ને જોયું મોન્ટુ ને શ્વેતા સુતા હતા. એણે મોન્ટુનું ઓઢવાનુ સરખુ કર્યું ને જોયુ કે ભૌમીક આજે વહેલો નીચે જતો રહ્યો હતો. ભૌમીક છેલ્લા બે દીવસથી કંઈક ટેન્શનમાં હતો. શીલા ઘ્ણી […]

મા

‘તમારી શરત મને મંજુર છે પણ મારી પણ એક શરત છે. લગ્ન પછી આપણે તમારા સોસાયટીવાળા મકાનમાં અલગ રહેવા જઇશું.’ સુરેશ એક પ્રતિષ્ઠા વેપારી હતો. તેનો નાનો એવો પરિવાર હતો. તે, તેના પત્ની શ્રીલતા તથા તેની માતા સગુણાબેન. પિતાની છાયા તો કુદરતે તેના બચપણમાં જ છીનવી લીધી હતી. […]

તને જોવાનો કોઈ અર્થ નથી.

તને જોવાનો કોઈ અર્થ નથી. હવે તને જોવાનો કોઈ અર્થ નથી, મને સમજી શકે તેવું તારું દિલ નથી. તું તરછોડયા કરે અને હું આવ્યા કરું, એ હવે મને મંજુર નથી…. ભલે હું હાર્યો અને તું જીતી પણ , મારી હાર જેવો દમ તારી જીત માં નથી. નસીબદાર છે […]

હસતા હસતા……૧

છગનબાપુને મગને પૂછ્યું : ‘બાપુ, તમે પરણ્યા તો ખરા. પણ ઘરવાળાનું નામ તો કહો.’ છગનબાપુ : ‘ગૂગલબા.’ મગન : ‘બાપુ, આવું નામ કાં ?’ છગનબાપુ : ‘તમે એક સવાલ પૂછો તો દસ જવાબ આપે છે, એટલે…’ ******** બે મિત્રો પરીક્ષામાં નપાસ થઈને વાત કરી રહ્યા હતા. એક મિત્ર : ‘કંટાળી ગયા યાર, ચાલ આત્મહત્યા કરી લઈએ….’ બીજો મિત્ર […]

આરોગ્યવર્ધક કહેવતો – જોરાવરસિંહ જાદવ

લોકસાહિત્ય કલ્પવૃક્ષ જેવું છે. કહેવાય છે કે કલ્પવૃક્ષ નીચે ઊભા રહીને જે માગીએ એ મળે, એમ લોકસાહિત્ય પાસે જે માગો એ મળે. એમાંથી અર્થસભર દુહા મળે. હૈયામાં સ્પંદનો પ્રગટાવતાં ગીતો મળે. બુદ્ધિચાતુર્ય વધારતાં ઊખાણાં મળે. કવિત્વ શક્તિ ખીલવતાં જોડકણાં મળે, માનવીની કોઠાસૂઝમાંથી પ્રગટેલી મોતીના દાણા જેવી કહેવતો અને કથાઓ મળે. જૂનાકાળે આજના જેવી શાળા, કૉલેજો અને […]

હા મને પ્રેમ છે પણ… અનહદ નથી.

નાનું-મોટું કોઈ એવું પદ નથી, આપણા સામર્થ્યને કોઈ હદ નથી. સહેજ પણ આળસ તને ના પરવડે, દોસ્ત, પયગંબર છે તું, કાસદ નથી. સઘળે પહોંચે છે વિચારો આપણા, સારું છે, એને કોઈ સરહદ નથી. એટલી પણ વ્યસ્તતા શા કામની, જીવવાની પણ અગર ફુરસદ નથી. સાચું કહું તો તારા પ્રત્યે […]

એક ઘટના બાદ

એક ઘટના બાદ નકકી એક ઘટના હોય છે, ચાહતોની વારતામાં કયાંક છલના હોય છે. પાંખ પણ કયારેક ફફડાવી હશે તેં મોરલા, તોય ઊંચે રોજ ઊડવાની જ રટના હોય છે. કોઇ પણ કારણ વિના આ એકદમ વરસી જવું, એય કુદરતની અનોખી એક રચના હોય છે. મૌન ધારણ તું કરી […]

સંગ તેવો રંગ

જેવો સંગ તેવો રંગ ને જેવી સોબત તેવી અસર. સોબતથી સારા ગુણ આવે અને આપણી આબરૂ વધે. જ્યારે ચોરના સંગથી કદીક બે રૂપિયા મળે પણ આબરૂને ઘસારો લાગે અને પોલિસની ઝપટે ચડી જઈએ તો મેથીપાક પણ ખાવો પડે. માટે બાળ મિત્રો, હર હંમેશ સારા મિત્રોનો જ સંગ કરવો. […]

વિશ્વાસઘાત

હજુતો સંદીપની બાઈક ઘરની બહાર જ નીકળી હતી ને ભૈરવીના મોબાઈલની રીંગ વાગી…. ભૈરવીએ નંબર જોયો’તો એજ નંબર જે છેલ્લા ત્રણ દિવસથી તેને હેરાન પરેશાન કરતો હતો… એ જ…. દિવ્યાંગ…?! શું પ્રેમ કરવો એ ગુનો હશે ? જેનું પરિણામ લગ્ન પછી પણ ભોગવવું પડે…?! હા… ભૈરવીએ દિવ્યાંગ સાથે […]

કાજળભર્યાં નયનનાં કામણ મને ગમે છે;

કાજળભર્યાં નયનનાં કામણ મને ગમે છે; કારણ નહીં જ આપું કારણ મને ગમે છે. લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે; ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે. જીવન અને મરણની હરક્ષણ મને ગમે છે; એ ઝેર હોય અથવા મારણ, મને ગમે છે. ખોટી તો ખોટી હૈયાધારણ […]

ખૂબ અંદરબહાર જીવ્યો છું

ખૂબ અંદરબહાર જીવ્યો છું ઘૂંટેઘૂંટે ચિકાર જીવ્યો છું હું ય વરસ્યો છું ખૂબ જીવનમાં હું ય બહુ ધોધમાર જીવ્યો છું બાગ તો બાગ, સૂર્યની પેઠે- આગમાં પુરબહાર જીવ્યો છું આમ ‘ઘાયલ’ હું અદનો શાયર, પણ સર્વથા શાનદાર જીવ્યો છું -’ઘાયલ’

કંઇ ક્યારનો આમ જ મુગ્ધ બની, આ મીનાબજારે ઉભો છું

કંઇ ક્યારનો આમ જ મુગ્ધ બની, આ મીનાબજારે ઉભો છું લાગી છે કતારો નજરોની, નજરોની કતારે ઉભો છું આ તારી ગલીથી ઉઠી જવું, સાચે જ નથી મુશ્કીલ કિંતું તું સાંભળશે તો શુ કહેશે, બસ એ જ વિચારે ઉભો છું સમઝાતું નથી કંઇ ક્યાંથી મને, આ આવું લાગ્યું છે […]

– અમૃત ‘ઘાયલ’

અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી; અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી… ઘડીઓ આ જુદાઇની અને તે પણ જવાનીમાં? અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી… મને કંઇ વાત તો કરવી હતી અલગારી મન મારા, વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી !… કસુંબલ આંખડીના […]

ચૂમી છે તને -મુકુલ ચોકસી

  ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને, બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને. પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં, સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને. સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું, બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને. કાળી રાતોમાં છુપાઈને ગઝલની આડમાં, […]

પ્રેમ એટલે – મુકુલ ચોકસી

પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો સ્વપ્નમાં પળાય એવો કાયદો પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં ડૂબી જતાં મારાં ચોર્યાસી લાખ વહાણોનો કાફલો ! ક્યારે ય નહીં માણી હોય એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે, એ પ્રેમ છે દાઢી કરતાં જો લોહી નીકળે, ને ત્યાં […]