શબ્દોનાં વન, તારા નામનો પવન પછી જીવવાનું કેવું મજાનું
આ ગીતો તો ક્યારનાંય શોધે છે સાજન, તમને મળવાનું બહાનું…..
દર્પણ પૂછે છે રોજ, આંખો લૂછે છે રોજ, ચહેરો ખૂટે છે એક ગમતો
ઘરની ભીંતોને આજ ઘેલું લાગ્યું કે નવો પડછાયો મૂકવો છે રમતો.
કાનમાં કહું છું પેલા વાયરાની વાત, એમાં સંભળાતું નામ તારું છાનું…….પીંછું પણ સામેથી મોરને શોધે છે એવા દિવસોને કહેવું પણ શું ?
ગીતોને પંક્તિની પાંખો ફૂટે એમ ઊઘડે છે આસપાસ તું
તું પણ શોધે છે રોજ મળવાનું બહાનું, એ વાત કહે કેમ કરી માનું ?
….અંકિત ત્રિવેદી
Categories: Poems / कविताए