ના બનુ હૂ પડછાયો મારો, આંધકારમા સાથ છોડી દેશે…
ના બનુ હુ પ્રતિબિંબ મારૂ, દર્પણ તૂટતા આસ તોડી દેશે…
ના બનુ હૂ અલંકાર ઍવુ, ક્યાક્ ખૂણા મા મને જડી દેશે…
ના બનુ હૂ કલાકાર ઍવો, કોઈ પાગલ કઈ હસી દેશે…
ના બનુ હૂ ખારુ આસુ આ આંખ નુ, બધા ખુશી અને દુખ મા રોઈ દેશે…
ના બનુ હૂ સ્વપ્ન આ આંખ નુ, બસ આંખ ખુલતા જ મને ખોઇ દેશે…
ના બનુ હૂ સુવાળુ પીંછુ આ પાંખ નુ, નવુ આવતા મને ખંખેરી દેશે…
ના બનુ હુ રૂપાળુ ચિત્ર આ સાખ નુ, સમય બદલાતા મને ફેકી દેશે…
હતુ કે અંતે બનુ તમારા પગ ની રજ…કારણ..સદાય સાથ દેશે…
પણ ખબર ના હતી મને…કે…ઍ નદીના ઝરણા મા પગ બોડશે…
“અંતે છેલ્લી આસ પણ મને ત્યજી દેશે…”
Categories: Poems / कविताए
bau mast hati ane vachvani panmaja ave che
.
Thank you very much