Poems / कविताए

લખ મને ….

કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને ….

જો શક્ય હોઈ તો પ્રેમ ના ટહુકાઓ લખ મને …
તારા વિના અહી તો છે ફક્ત ધુમ્મસ બધે….
તારી ગલીએ કેવા છે તડકાઓ લખ મને….
અકળાઈ જાઉં એવા અબોલા ન રાખ તું…
તારા જ અક્ષરો વડે ઝગડાઓ લખ મને….
કોઈ બીજો તો ચેહરો નહિ મળે મને….
અમથાજ તારે હાથે દિલાસાઓ લખ મને…
મારા જીવન નો પંથ હજુ તો અજાણ છે…
ક્યાં ક્યાં પડ્યા છે તારા એ પગલાઓ લખ મને…
હજી સુધી તો કાઈ જવાબ આપ્યો નથી તમે…
તને શું લાગે છે, કેટલો પ્રેમ કરે છે તું મને….
સાચ્ચે જ જો કરતી હોઈ તું પ્રેમ મને….
તો આ ચાર પંક્તિઓ નો જવાબ લખ મને…
ફોન થી કે msg. થી જવાબ નથી જોઈતો…
તારાજ હાથ વડે કાગળ માં લખ મને…
દિલ મારું આતુર છે એ ત્રણ શબ્દો સંભાળવા…
બસ તારાજ હાથે “I Love You” લખ મને…..

Leave a Reply