વતન ની વાટ માં અહિયાં વીત્યા છે વરસો,
દિલ માં જે રહી ગયા એ સપના કેમ ભરસો…!!
પરદેશમાં એકલા જ જીવન ના તાતણા બાંધશો,
જીવન ના એકાંત માં આંખો માંથી આંશુ સારશો..!!
એકલતા ના આ સમુદ્ર માં હજુ પણ તમે તરસો,
પણ આવી જીંદગી માં તમે કાંઠે આવી ડૂબશો..
બસ હવે બે પાંચ વરસ જ છે એવી વાતો કરશો,
પણ આમ ક્યાં સુધી ફોન પર જ સંબંધો સાચવશો ..!!
વતન માંથી છે સહુ કોઈ નો એક જ સવાલ,
બહુ દિવસો થયા, હવે પાછા ક્યારે ફરસો…!!!
Categories: Poems / कविताए