Very Nice

નાના પણ સરસ વાક્યો

 •  ‘ખબર નહીં કેમ અન્યોને ગમે છે એ – લખાતું હોય છે જે કંઇ ફક્ત એકાદ જણ માટે’
 • ‘સમય’ અનેક જખમો આપે છે…એટલે જ તો લોકો પુછે છે..’ કેટલા વાગ્યા..??? ‘
 • લાગણીને લકવો મારી ગયો હોય એવા સમાજ પર ભરોસો રાખવા માટે હંિમતની જરૂર પડે છે…
 •  ‘છે’ અથવા ‘નથી’ આ હકીકતો ઉપર ‘કદાચ’ ‘હોઈ શકે’ જેવી શક્યતાઓ નો ભાર બહુ તકલીફ દાયક હોય છે.
 • જો તમે સાચા છો તો તમારે ગુસ્સો કરવાની કોઈ જરૂર નથી…
  જો તમે ખોટા છો તો તમને ગુસ્સો કરવાનો કોઈ હક નથી.
 • કોઈ પણ વ્યક્તિ પરિસ્થિતિથી દૂર અદબ વાળીને ઊભી રહીને તેનું વિશ્લેષ્ણ કરી શકે, તે અંગે ચર્ચા પણ કરી શકે. પોતાનો મત નિ:સંકોચ અને દઢપણે વ્યક્ત પણ કરી શકે, તે કાંઈ ખાસ અઘરું નથી. પણ જ્યારે વ્યક્તિ પોતે એ પરિસ્થિતિમાં મુકાય ત્યારે જ તેને સંજોગોનો સાચો ખ્યાલ આવે છે અને ત્યારે જ તેની ધીરજ, તેની નિર્ણયશક્તિની સાચી કસોટી થાય છે.
 •  જે માણસ જરાય વાંચન કરતો નથી એ કોઈ અભણ માણસની તુલનામાં પણ સારો ન કહેવાય.- માર્ક ટ્વેન
 • જ્યારે આપણે દુઃખી હોઈએ, ઘેરાયેલા હોઈએ, લમણે પરિણામની પિસ્તોલ તાકવામાં આવી હોય ત્યારે કોઈ નિર્ણય ન લેવા ! અને, લેવા જ પડે કે લઈ જ લેવાય તો વર્ષો વીત્યાં પછી એ નિર્ણયનો અફસોસ ન કરવો !
 • રજનીશે પોતાના એક વ્યાખ્યાનમાં કહ્યું છે કે, ‘મેં આખી જિંદગી મારા પિતાને ખોટા ઠેરવવાનો પ્રયાસ કર્યો. મને જ્યારે સમજાયું કે એ સાચા હતા ત્યારે મારો દીકરો મને ખોટો ઠેરવવા તૈયાર થઈ ગયો હતો.’
 • કોઈ પણ યુગલે પ્રેમલગ્ન કર્યાં તેનાં કારણની એક યાદી બનાવીએ પછી એમણે છૂટાછેડા શા માટે લીધા એનાં કારણની બીજી યાદી બનાવીએ તો એ બે વચ્ચે ઘણું સામ્ય દેખાશે..!!
 • અપરાધ કરતા વધુ ખતરનાક છે, અપરાધ વખતે થયેલી ભૂલ !
 • તમારા આંગણે જ્યારે અમે આશા લઈ આવ્યા, દિલાસામાં તમે આપ્યાં હતાં એ ઈન્કાર જોયા છે !
 • રોજ સવારે સુરજમુખીની જેમ ખીલું છું હું, અને રોજ સાંજે સુરજમુખીની જેમ કરમાઈ જાઉં છું હું. કદાચ મારી ભુલ હતી કે – તને સુરજ માની લીધો હતો મેં..
 • મોડો પસ્તાવો કદાચ સાચો ના હોય, પરંતુ સાચો પસ્તાવો ક્યારેય પણ મોડો નથી હોતો..
 • હોશિયાર પુરુષને નિયંત્રણમાં રાખવા માટે મૂરખ સ્ત્રી પણ ચાલે છે, પરંતુ મૂરખ પુરુષને નિયંત્રણમાં રાખવા હોશિયાર સ્ત્રી જ જોઈએ.
 • જીવનમાં અમુક સંબંધો પરાણે સ્વીકારવા પડતાં હોય છે અને પછી આપણે આવા સંબંધો, લાંબા ટકાવવાનું ગૌરવ લેતાં હોઈએ છીએ પણ ભીતરથી તો આપણે જ જાણતાં હોઈએ છીએ કે, એ તો નિર્વિકલ્પે સ્વીકારવા પડ્યા હતા.
 • તમારું મૌન સમજી શકતી ન હોય, એ વ્યક્તિ કદાચ તમારા શબ્દો પણ ન સમજી શકે !
 • ભૂલોને રોકવા માટે તમારા દરવાજા બંધ કરશો, તો સત્ય પણ બહાર રહી જશે !
 • તમે જે પસંદ કરો છો એ મેળવવાનો પ્રયત્ન કરો, નહિ તો તમને જે મળે છે, એ જ તમારે પસંદ કરવું પડશે
 • ઝઘડાખોર યુવતીઓનાં લગ્ન હંમેશ જલદી થઈ જાય છે, કેમ કે એકલવાયા જીવનથી કંટાળેલા પુરુષોનો તોટો નથી.
 • એક સ્ત્રીને 20 વર્ષ લાગે છે પોતાના બાળકને પુરુષ બનાવતાં, પણ બીજી સ્ત્રી 20 મિનિટમાં જ એને મૂરખ બનાવી દે છે !
 • ઠંડી ચા અને ઠંડો ભાત સહન થઈ શકે, પણ ઠંડા શબ્દો અને ઠંડી નજર કદી નહિ. (જાપાની કહેવત)
 • યુવાનીના દિવસોમાં મેં નિશ્ચય કર્યો હતો કે કોઈ આદર્શ યુવતી નહિ મળે ત્યાં સુધી હું લગ્ન કરીશ નહીં. થોડા વર્ષો બાદ મને એવી યુવતી મળી, પણ એ આદર્શ પતિની શોધમાં હતી.
 • અપરિણીતોનું જીવન એક સરસ બ્રેકફાસ્ટ છે, પણ નીરસ લંચ અને દયાજનક ડિનર.
 • કુંવારા લોકો પર બમણો ટેક્સ નાખવો જોઈએ, કેમ કે એવા થોડાક લોકો બીજા કરતાં વધારે સુખ માણે, એ તો ઉચિત ન ગણાય ! (ઑસ્કર વાઈલ્ડ – આઈરિશકવિ, નાટ્યકાર અને હાસ્યસર્જક, 1854-1900)
 • “if you’re brave enough to say ‘goodbye’, then life will reward you with a new ‘hello’.”
 • The pain of yesterday is the strength of today.
 • Failure doesn’t mean you are a failure…it just means you haven’t succeeded yet. -Robert Schuller.
 • Dictionary is the only place where Death comes before Life, Success before Work, Divorce before Marriage, But Friend come before Relative.
 • ‘લવ એટલે ફ્રેન્ડશિપ વત્તા ફાયર ! પહેલા એક ફ્‌લેમ હોય. નાની શી, સુંદર, હુંફાળી પણ નાજુક, ટમટમતી, ડોલતી પછી એ વધે અને અંદર સુધી બળતા અંગારા પેટાવે. પછી એ કોલસા બને કાળી રાખવાળા મેચ્યોર્ડ હાર્ટ્‌સ !’
 • સમય ને બદલતા સમય નથી લાગતો.
 • ક્યાં “ટકવું” અને ક્યાં “અટકવું” એ આવડી જાય તો જીંદગી માં ક્યાય દુખ રહેતું નથી.
 • વ્યક્ત થયા વગર મૃત્યુ પામતા પ્રેમ જેટલો સાચો અન્ય કોઈ પ્રેમ નથી હોતો.
 • પ્રેમને કારણે જીવનનો આનંદ મળ્યો, દુઃખની દવા મળી અને દવા ન થઈ શકે એવું દુઃખ મળ્યું !
 • “मुसीबत पड़ी
  तो रोया था,
  ज्यादा मुसीबत पड़ी
  तो चुप हो गया था,
  बहुत ज़यादा मुसीबत पड़ी है
  तो हँसता हूँ ,
  आख़िर दुनिया में बसता हूँ !”
 • આપણી એપોઇન્ટમેન્ટ ડાયરી આપણા સુખનું કબ્રસ્તાન બની જતી હોય છે. નવરા પડીએ ત્યારે આપણે એ કબર પણ સ્મરણોનાં ફૂલો ચડાવતા રહીએ છીએ. આપણો સંબંધ, આપણો પ્રેમ આપણે આપણા હાથે જ કબરમાં દફનાવી દીધો હોય છે. આપણી પાસે સુખનો બગીચો બનાવવાનો સમય નથી અને આવાં અનેક કબ્રસ્તાનો આપણા દિલમાં બનાવી લઈએ છીએ.
 •  સારું હાસ્ય અને લાંબી નિંદર કોઈ પણ બીમારીના બે ઉત્તમ ઈલાજ છે.
 • ડાહ્યાઓ વિચાર કરતા હોય છે . મૂર્ખાઓ અમલ કરતા હોય છે.
 • કોઈ ની ઉપર અહેસાન કે ઉપકાર કરો એનો મતલબ એવો નથી કે તમને એની બેઈજ્જતી ગમે ત્યાં અને ગમે એની સામે કરી શકો.
 •  સિક્કા હંમેશા અવાજ કરતા હોય છે પણ નોટ હંમેશા શાંત રહે છે. તેવી જ રીતે, જ્યારે તમારી કિંમત વધે તો શાંત રહો. તમારી હેસિયત વિશે અવાજ કરવાની જવાબદારી તમારાથી ઓછી કિંમતવાળાઓ માટે છે.
 • કારણ નથી ખબર કે શા માટે તું મને ગમે છે….
  કદાચ એ જ કારણ છે કે કોઈ કારણ વગર તું મને ગમે છે…
 • લોકો પ્રેમને ભગવાન કહે છે
  પણ કોઈ કરે તો એને ગુનો કહે છે
  કેહવાય છે…
  પથ્થર દિલ રોયા નથી કરતા
  તો પર્વત પર થી જ ઝરણા કેમ વહે છે?
 • ના સાગર મા ડુબ્યો ના સરોવર મા ડુબ્યો ,
  ડુબ્યો તો બસ એના અશ્રુ ની બુન્દ મા
  એક જ્યોતિષ ની કહેલી આ વાત છે
  મને સાચે જ પાણી ની ઘાત છે.
 • તમને સુખ એટલું મળશે જેટલું તમે પુણ્ય કર્યું હશે;
  પરંતુ, ‘શાંતિ’ એટલી જ મળશે જેટલી ઘરવાળીની ઈચ્છા હશે!
 • બાળકોને તમારો પ્રેમ આપજો, તમારી કલ્પનાઓ નહીં. તમે એમના જેવા થવા ભલે પ્રયત્ન કરજો, પણ એમને તમારા જેવા કરવા ફાંફા મારશો નહીં.- ખલીલ જિબ્રાન
 • જેની વહાલભરી વિદાય પછી હરખની હેડકી આવે એનું નામ સુખ..!!
 • ધીરે ધીરે… આસ્તે આસ્તે પિત્તો ગુમાવવાની કળાને ડાહ્યા માણસો ધીરજના નામે ઓળખાવે છે..!!
 • ” જિંદગીમાં સફળ નીવડવું છે ”
  આ રહી ત્રણ સોનેરી સલાહઃ
  ( 1 ) ‘મને એની ખબર નથી’ એમ કહેતાં સંકોચ ન અનુભવો,
  ( 2 ) ‘મારાથી ભૂલ થઈ ગઈ’ એમ કહેતાં અચકાવ નહીં,
  ( 3 ) ‘હું દિલગીર છું-સોરી’ એટલું બોલતાં ક્યારેય ખચકાવ નહીં.!!!
 • કોઈને મદદ કરવા જયારે હાથ લંબાવો ત્યારે એના ચહેરા સામે ન જુવો કેમ કે મજબુર માણસ ની આંખમાં ઉગેલી શરમ આપણા દિલ માં “અભિમાન” નું બીજ વાવે છે..!!!
 • જેની સાથે તમે સ્મિત વહેચી શકો , તેની સાથે તમે એક દિવસ રહી શકો , પણ…..
  જેની સાથે તમે દિલ ખોલીને રડી શકો , તેની સાથે તમે આખી જીંદગી રહી શકો ….
 • ગુસ્સો એક એવો બોજ છે જે તમારી સફળતા સાથે અસંગત છે. તેથી હંમેશા ક્ષમા કરવામાં અવ્વલ રહો અને સૌથી પહેલા તો તમારી જાતને માફ કરો.
 • સિંહ દિવસમાં ૧૮ કલાક સૂવે છે, પણ ગધેડો દિવસના ૧૮ કલાક કામ કરે છે. જો સખત પરિશ્રમને સફળતાનું રહસ્ય ગણવામાં આવે તો ગધેડો જંગલનો રાજા બની જાય.
 • કોઈ પણ વ્યક્તિ શબ્દોને સ્પર્શ કરી શકતી નથી, પણ શબ્દો દરેકને સ્પર્શ કરી જાય છે.
 • આપણે આપણા ન બોલેલા શબ્દોના સ્વામી છીએ, અને બોલેલા શબ્દોના ગુલામ.
 • તમે જો કોઈને છેતરવામાં સફળ થાવ તો એમ ન સમજતા કે એ મૂરખ છે. એને બદલે એમ સમજજો કે તમે લાયક હતા એના કરતા વધારે વિશ્વાસ એણે તમારી પર મૂક્યો.
 • ‘તમે શું કરતા હો એ કોઈ જાણી ન શકે, તો જ તમે ખોટું કરી શકો છો !’
 • જીતવાની રમત હારવાની બાજીથી શરૂ થાય છે. અને ક્યારેક જીતવાના સમયે એને હાથમાંથી છોડી દેવી પડે છે.
 • તમારી લાગણીઓને કોઈ ના સમજે તેના કરતાં અનેકગણી મોટી કમનસીબી એ છે કે તમે પોતે તમારી લાગણીઓને ના સમજો!
 • તમારી પ્રિય વ્યક્તિને તમે આપી શકો એવી શ્રેષ્ઠ ગિફ્ટ છે – સમય, કારણ કે તમે તમારા જીવનનો એક એવો હિસ્સો એને આપી દો છો જે તમે ફરી ક્યારેય હાંસલ કરી શકવાના નથી.

Categories: Very Nice

Tagged as:

1 reply »

Leave a Reply